Young Surti Sunni Vohra Logo

અસ્સલામુ અલયકુમ,

સમયની સાથે કદમ મિલાવતા, આપણી સંસ્થા દ્વારા આપવામાં આવતી સેવાઓને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાઓનો લાભ લેવા માટે દરેક સુરતી સુન્ની વહોરા સભ્ય માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન ફોર્મમાં આપ દ્વારા ભરવામાં આવેલી માહિતીની અમારા કાર્યાલયના કર્મચારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ તમારા એકાઉન્ટને મંજૂરી આપવામાં આવશે અથવા જરૂરી હોય તો વધુ માહિતી માટે તમારો સંપર્ક કરવામાં આવશે. આ અંગેની જાણકારી આપના નોંધાયેલા WhatsApp નંબર પર મોકલવામાં આવશે.

તમારું એકાઉન્ટ મંજૂર થયા બાદ તમે પોર્ટલ/એપ દ્વારા મુસાફીરખાનાનું બુકિંગ કરી શકશો.

આ રજીસ્ટ્રેશન ડ્રાઈવ ફક્ત સુરતી સુન્ની વહોરા મુસ્લિમો માટે જ છે.

ઇન્શાઅલ્લાહ, ભવિષ્યમાં સંસ્થા દ્વારા આપવામાં આવતી અન્ય લોકોપયોગી સેવાઓ પણ આ જ પોર્ટલ/એપ મારફતે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મહેરબાની કરીને રજીસ્ટ્રેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ચોકસાઈપૂર્વક અને સંપૂર્ણ રીતે ભરો, જેથી આપના એકાઉન્ટની ચકાસણી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીને તેને સક્રિય કરી શકાય.

આપના સહકાર બદલ આભાર.

ઘી યંગ સુરતી સુન્ની વહોરા મુસ્લિમ વેલફેર સોસાયટી, સુરત

તમારું એકાઉન્ટ રજીસ્ટર કરો